13 - જવાની ફૂલોની / શૂન્ય પાલનપુરી
આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે ! દુશ્મન છે જવાની ફૂલોની.
અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચીરાઈ ગયો પાલવ જયારે, છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર ?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની.
ઝુરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં ?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની ?
બે પળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.
તું શૂન્ય કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે ?
રાખે છે હ્રદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

0 comments
Leave comment