97 - પાગલ / શૂન્ય પાલનપુરી
(આઝાદી પછી પ્રગટેલી પાગલતાનું શબ્દચિત્ર)
એક પાગલની બેડી તૂટી,
છૂટ્યા પથ્થરા, ઈંટો છૂટી,
તોફાનોને વાચા ફૂટી,
શોણિત કેરી ધાર વછૂટી,
જોનારની હિંમત ખૂટી,
એક પાગલની બેડી તૂટી.
મૂકે ઈંટ ને પથ્થર ઝાલે,
કાચ-કણિકા વીણતો ચાલે,
હીરા સમજી ગજેવે ઘાલે,
આનંદે આઝાદી મ્હાલે,
એક પાગલની બેડી તૂટી.
લાગે ભૂખ તો વળગે ઝાડે,
મૂકે પોક ને આંસુ પાડે,
લાગે પ્યાસ તો હડિયાં કાઢે,
કૂરતું કરવા ધોતી ફાડે,
એક પાગલની બેડી તૂટી.
ધર્મના એંઠા ટુકડા ચાવે,
ઘર છોડી ખંડેર વસાવે,
રૂપિયાના ભંડાર લૂંટાવે,
પાઈને કાજે લૂંટ ચલાવે,
એક પાગલની બેડી તૂટી.
ધરતીને આકાશ બતાવે,
રેતી અંદર નાવ ચલાવે,
હસનારાને ખૂબ હસાવે,
રોનારાને પોક મૂકાવે,
એક પાગલની બેડી તૂટી.
ખાડે-ખૈયે ફરતો ચાલે,
બાગને ઉજ્જડ કરતો ચાલે,
કાંટા માથે ધરતો ચાલે,
કીધાં કામ વિસરતો ચાલે,
એક પાગલની બેડી તૂટી.
ઘેલાં કાઢી ખૂબ સતાવે,
કોઈ ઉપાયે હાથ ન આવે,
દુનિયાવાળા એક ન ફાવે,
કોણ હવે અંકુશમાં લાવે ?
એક પાગલની બેડી તૂટી.
એક પાગલની બેડી તૂટી,
છૂટ્યા પથ્થરા, ઈંટો છૂટી,
તોફાનોને વાચા ફૂટી,
શોણિત કેરી ધાર વછૂટી,
જોનારની હિંમત ખૂટી,
એક પાગલની બેડી તૂટી.
મૂકે ઈંટ ને પથ્થર ઝાલે,
કાચ-કણિકા વીણતો ચાલે,
હીરા સમજી ગજેવે ઘાલે,
આનંદે આઝાદી મ્હાલે,
એક પાગલની બેડી તૂટી.
લાગે ભૂખ તો વળગે ઝાડે,
મૂકે પોક ને આંસુ પાડે,
લાગે પ્યાસ તો હડિયાં કાઢે,
કૂરતું કરવા ધોતી ફાડે,
એક પાગલની બેડી તૂટી.
ધર્મના એંઠા ટુકડા ચાવે,
ઘર છોડી ખંડેર વસાવે,
રૂપિયાના ભંડાર લૂંટાવે,
પાઈને કાજે લૂંટ ચલાવે,
એક પાગલની બેડી તૂટી.
ધરતીને આકાશ બતાવે,
રેતી અંદર નાવ ચલાવે,
હસનારાને ખૂબ હસાવે,
રોનારાને પોક મૂકાવે,
એક પાગલની બેડી તૂટી.
ખાડે-ખૈયે ફરતો ચાલે,
બાગને ઉજ્જડ કરતો ચાલે,
કાંટા માથે ધરતો ચાલે,
કીધાં કામ વિસરતો ચાલે,
એક પાગલની બેડી તૂટી.
ઘેલાં કાઢી ખૂબ સતાવે,
કોઈ ઉપાયે હાથ ન આવે,
દુનિયાવાળા એક ન ફાવે,
કોણ હવે અંકુશમાં લાવે ?
એક પાગલની બેડી તૂટી.
0 comments
Leave comment