36 - વિચારનો સાથ / શૂન્ય પાલનપુરી
ઊર્મિઓનો સાથ ! વિચારોનો સાથ !
એક હૃદય છે ને હજારોનો સાથ.
તારલા ચમકી પડે ન દિવસે !
આંખને અંતરના પ્રહારોનો સાથ!
ભૂલ ઉપર ભૂલ કરે છે હૃદય,
જ્યારથી લીધો છે વિચારનો સાથ.
જિંદગીની એ જ પરાકાષ્ટા !
ફૂલને લેવો પડે ખારોનો સાથ !
ક્યાંક રહી જાય ન તું માર્ગમાં ?
એમ ન લે ભિન્ન પ્રકારનો સાથ.
શ્વાસના વિશ્વાસ ઉપર છે જીવન !
ઠીક છે પ્યાદાને સવારોનો સાથ.
એ જ સફળતાનો ઇશારો સમાજ;
શૂન્ય મળે જીતને હારોનો સાથ.
એક હૃદય છે ને હજારોનો સાથ.
તારલા ચમકી પડે ન દિવસે !
આંખને અંતરના પ્રહારોનો સાથ!
ભૂલ ઉપર ભૂલ કરે છે હૃદય,
જ્યારથી લીધો છે વિચારનો સાથ.
જિંદગીની એ જ પરાકાષ્ટા !
ફૂલને લેવો પડે ખારોનો સાથ !
ક્યાંક રહી જાય ન તું માર્ગમાં ?
એમ ન લે ભિન્ન પ્રકારનો સાથ.
શ્વાસના વિશ્વાસ ઉપર છે જીવન !
ઠીક છે પ્યાદાને સવારોનો સાથ.
એ જ સફળતાનો ઇશારો સમાજ;
શૂન્ય મળે જીતને હારોનો સાથ.
0 comments
Leave comment