85 - વિનંતી /શૂન્ય પાલનપુરી
(પ્રીતમના વિરહમાં ઝૂરતી પ્રિયા સામે પાર જવા ખલાસીને વિનવે છે.)
લઈ જા પ્રીતમ પાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
વાદળ કાળાં, વીજ ભયંકર,
વ્યાકુળ મોજાં, ડોલે સાગર,
નાવ ઉછાળા ખાય છે અંદર,
છોડ ન તારો પ્રયાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
પ્રીતમ વસ્યા સામે તીરે,
ધીરજ મનને લેશ ન ધીરે,
વ્યાકુળતા મુજ કાળજું ચીરે,
જીવન લાગે ઉદાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
દૂર થયા પણ નામ ન લીધું,
રીસ કરી આ સાહસ કીધું,
એના કરતાં ઝેર ન દીધું,
કીધો મુજ ઉપહાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
કર જોડીને, પ્રાણ ધરીને,
એનાં ચરણોમાં જ મરીને,
આજ મનાવું કેમે કરીને,
સૂનો અંતરવાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
ભાવિ ભય શું કામ છે ભાખી ?
નાવ ભલે તોફાનમાં નાખી !
માર હલેસાં હિમ્મત રાખી,
ખેલ ન થાય ખલાસ
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
લઈ જા પ્રીતમ પાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
વાદળ કાળાં, વીજ ભયંકર,
વ્યાકુળ મોજાં, ડોલે સાગર,
નાવ ઉછાળા ખાય છે અંદર,
છોડ ન તારો પ્રયાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
પ્રીતમ વસ્યા સામે તીરે,
ધીરજ મનને લેશ ન ધીરે,
વ્યાકુળતા મુજ કાળજું ચીરે,
જીવન લાગે ઉદાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
દૂર થયા પણ નામ ન લીધું,
રીસ કરી આ સાહસ કીધું,
એના કરતાં ઝેર ન દીધું,
કીધો મુજ ઉપહાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
કર જોડીને, પ્રાણ ધરીને,
એનાં ચરણોમાં જ મરીને,
આજ મનાવું કેમે કરીને,
સૂનો અંતરવાસ,
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
ભાવિ ભય શું કામ છે ભાખી ?
નાવ ભલે તોફાનમાં નાખી !
માર હલેસાં હિમ્મત રાખી,
ખેલ ન થાય ખલાસ
ખલાસી !
લઈ જા પ્રીતમ પાસ.
0 comments
Leave comment