69 - કેવો ભેદ છે ? / શૂન્ય પાલનપુરી
એક દિલમાં છે ઉમળકો, એક દિલમાં ખેદ છે,
બેઉ ચક્ષુ પ્રેમનાં , એમાં યે કેવો ભેદ છે ?
માનવી પૂજી નથી શકતો નિરાકારી સ્વરૂપમાં,
નામને આકારની પણ હાય કેવી કેદ છે ?
ક્યારથી ચાંપી રહ્યું છે આગ એ પાણી મહીં,
પ્રેમથી પ્રેમી - હૃદયને કેટલી ઉમ્મેદ છે ?
માનવી છું, મુજ કલેવર કેન્દ્ર છે સૌ ધર્મનું,
છે નજર ગીતા, હૃદય કુરઆન, વાણી વેદ છે.
આપની આંખોની દિલ પર મહેરબાની કમ નથી,
કીકીઓના ઘાવ છે ને પાંપણોના છેદ છે.
પ્રાપ્ત એક થઈ જાએ સહેજે, પ્રાપ્ત એક ના થઈ શકે,
ઝેર ને અમૃત મહી બીજો વળી શો ભેદ છે ?
ચીરનારા ! ચિર દિલને, મારું કૈં જાશે નહિ,
તારી દુનિયાનો જ તારા હાથથી ઉચ્છેદ છે.
એક રજકણનું યે ગૌરવ એ નથી પામી શક્યો,
સૂર્યના ઉકળાટમાં પણ શૂન્ય મોટો ભેદ છે.

0 comments
Leave comment