45 - દુનિયા / શૂન્ય પાલનપુરી
પ્રેમની બળતી આગ છે દુનિયા,
એક અંતરનો દાગ છે દુનિયા.
ફૂલ કાંટાનો આશરો લે છે,
હાય આ કેવો બાગ છે દુનિયા !
કાળના સ્વપ્નમાં જ રાચે છે,
કોણ કે’છે, સજાગ છે દુનિયા?
પ્રેમની ક્યાંય એક છાંટ નથી,
તેલ-વિહીન ચિરાગ છે દુનિયા.
હું જ એનો વિકાસ પોષું છું,
પુષ્પ છું હું, પરાગ છે દુનિયા.
મૂર્ખ માણે છે હર્ષ સમજીને,
ગમમાં ડૂબેલ રાગ છે દુનિયા.
લાખ અંતરાય અંતરોઅંતર,
પ્રેમદ્રષ્ટિનો તાગ છે દુનિયા.
દૂધ પાનારને જ ડંસે છે,
શૂન્ય એક ઝેરી નાગ છે દુનિયા.
એક અંતરનો દાગ છે દુનિયા.
ફૂલ કાંટાનો આશરો લે છે,
હાય આ કેવો બાગ છે દુનિયા !
કાળના સ્વપ્નમાં જ રાચે છે,
કોણ કે’છે, સજાગ છે દુનિયા?
પ્રેમની ક્યાંય એક છાંટ નથી,
તેલ-વિહીન ચિરાગ છે દુનિયા.
હું જ એનો વિકાસ પોષું છું,
પુષ્પ છું હું, પરાગ છે દુનિયા.
મૂર્ખ માણે છે હર્ષ સમજીને,
ગમમાં ડૂબેલ રાગ છે દુનિયા.
લાખ અંતરાય અંતરોઅંતર,
પ્રેમદ્રષ્ટિનો તાગ છે દુનિયા.
દૂધ પાનારને જ ડંસે છે,
શૂન્ય એક ઝેરી નાગ છે દુનિયા.
0 comments
Leave comment