112 - આદમની આબરૂ / શૂન્ય પાલનપુરી


હો આદમીને પ્યારું અગર કાંઈ પણ સ્વમાન,
જન્નત ઉપર કરે ન ફરીવાર દ્રષ્ટિપાત;
આદમની આબરૂનો રખેવાળ એ જ છે,
પેદા કરી હો જેણે ગુનાહોની લાયકાત.


0 comments


Leave comment