109 - નિર્મિત અપૂર્ણતા / શૂન્ય પાલનપુરી


બંદગી ! માફ કર, ખુદા માટે,
કૈં ન ચાહું છું મુજ ભલા માટે;
જિંદગી ખુદ અપૂર્ણ છે અહીંયાં,
હાથ લંબાવું શું દુઆ માટે ?


0 comments


Leave comment