64 - તો કહેવાય નહિ / શૂન્ય પાલનપુરી
ઊર્મિઓ આંખમાં ઉભરાય તો કહેવાય નહિ !
મૌન ખુદ શબ્દ બની જાય તો કહેવાય નહિ !
કોઈ જો આવતાં અચકાય તો કહેવાય નહિ !
મોતને બા’નું મળી જાય તો કહેવાય નહિ !
નાશથી કૈંક જો સર્જાય તો કહેવાય નહિ !
ઝેર ઉપચાર બની જાય તો કહેવાય નહિ !
મોત એનાથી મળી જાય તો કહેવાય નહિ !
એમ પણ એનું મિલન થાય તો કહેવાય નહિ !
શોકમાં પાંપણો ભીંજાય ? નહિ, શક્ય નથી;
હા, કદી હર્ષમાં ભીંજાય તો કહેવાય નહિ !
ઘર તણી ફૂટથી ઘર જાય એ જગરોશન છે,
મર્મથી મર્મ જો વેધાય તો કહેવાય નહિ !
તારલા રોજ બિછાવી ધરા શણગારું છું,
આભ ઈર્ષાથી બળી જાય તો કહેવાય નહિ !
કોઈ પણ મારી ગતિને નથી આંબી શકતું,
લક્ષ્ય પછવાડે રહી જાય તો કહેવાય નહિ !
પ્રાણ પૂરીને ગઝલવેલને જીવિત રાખી,
શૂન્યનો દાખલો દેવાય તો કહેવાય નહિ !
મૌન ખુદ શબ્દ બની જાય તો કહેવાય નહિ !
કોઈ જો આવતાં અચકાય તો કહેવાય નહિ !
મોતને બા’નું મળી જાય તો કહેવાય નહિ !
નાશથી કૈંક જો સર્જાય તો કહેવાય નહિ !
ઝેર ઉપચાર બની જાય તો કહેવાય નહિ !
મોત એનાથી મળી જાય તો કહેવાય નહિ !
એમ પણ એનું મિલન થાય તો કહેવાય નહિ !
શોકમાં પાંપણો ભીંજાય ? નહિ, શક્ય નથી;
હા, કદી હર્ષમાં ભીંજાય તો કહેવાય નહિ !
ઘર તણી ફૂટથી ઘર જાય એ જગરોશન છે,
મર્મથી મર્મ જો વેધાય તો કહેવાય નહિ !
તારલા રોજ બિછાવી ધરા શણગારું છું,
આભ ઈર્ષાથી બળી જાય તો કહેવાય નહિ !
કોઈ પણ મારી ગતિને નથી આંબી શકતું,
લક્ષ્ય પછવાડે રહી જાય તો કહેવાય નહિ !
પ્રાણ પૂરીને ગઝલવેલને જીવિત રાખી,
શૂન્યનો દાખલો દેવાય તો કહેવાય નહિ !
0 comments
Leave comment