1 - વેચવાં છે / શૂન્ય પાલનપુરી
હૃદય-રક્તથી જેનું સીંચન કર્યું છે,
એ જીવન-ચમનનાં સુમન વેચવાં છે;
ખરીદો, ખરીદો, ઓ દુનિયાના લોકો !
અમોલાં અમોલાં કવન વેચવાં છે.
ગરીબાઈની લાજ રાખી છે જેણે
એ ધીરજનાં છૂપાં રતન વેચવાં છે;
કફનની રહે જોગવાઈ એ માટે
અમારે અમારાં જીવન વેચવાં છે.
ખરીદી શકે છે કોઈપણ જગતમાં
વિનિમયમાં આપી શકે જો પ્રભુને;
જે શ્રદ્ધાની મોંઘેરી મૂડી સમાં છે
એ સઘળાં અંશક્તિ નમન વેચવાં
નથી જોઈતી અલ્પતા દેવગણની
મળી જાએ શંકરનું ગૌરવ અમોને;
એ ખાતર જીવનના બધા ઝેર સાટે
આ બાકીનાં સઘળાં રતન વેચવાં છે.
એ જીવન-ચમનનાં સુમન વેચવાં છે;
ખરીદો, ખરીદો, ઓ દુનિયાના લોકો !
અમોલાં અમોલાં કવન વેચવાં છે.
ગરીબાઈની લાજ રાખી છે જેણે
એ ધીરજનાં છૂપાં રતન વેચવાં છે;
કફનની રહે જોગવાઈ એ માટે
અમારે અમારાં જીવન વેચવાં છે.
ખરીદી શકે છે કોઈપણ જગતમાં
વિનિમયમાં આપી શકે જો પ્રભુને;
જે શ્રદ્ધાની મોંઘેરી મૂડી સમાં છે
એ સઘળાં અંશક્તિ નમન વેચવાં
નથી જોઈતી અલ્પતા દેવગણની
મળી જાએ શંકરનું ગૌરવ અમોને;
એ ખાતર જીવનના બધા ઝેર સાટે
આ બાકીનાં સઘળાં રતન વેચવાં છે.
0 comments
Leave comment