57 - દમ ભરે છે કોણ ? / શૂન્ય પાલનપુરી
રોજ મારું સ્મરણ કરે છે કોણ ?
અર્ધ્ય નિ:શ્વાસના ધરે છે કોણ ?
શ્વાસમાં આવજા કરે છે કોણ ?
નિત ઊઠી મારો દમ ભરે છે કોણ ?
દીપ – શીખ કે ઉર પતંગાનું ?
કોણ દોષિત છે ? થરથરે છે કોણ ?
તું અને વાત સાથ દેવાની ! !
જિંદગી ! સ્વપ્ન થઈ સરે છે કોણ ?
હું તો આરંભથી નિહાળું છું,
પાપ માનવ વિના કરે છે કોણ ?
શૂન્યનું તો નથી જીવન એવું ?
વાદળાં જેમ ઝરમરે છે કોણ ?
અર્ધ્ય નિ:શ્વાસના ધરે છે કોણ ?
શ્વાસમાં આવજા કરે છે કોણ ?
નિત ઊઠી મારો દમ ભરે છે કોણ ?
દીપ – શીખ કે ઉર પતંગાનું ?
કોણ દોષિત છે ? થરથરે છે કોણ ?
તું અને વાત સાથ દેવાની ! !
જિંદગી ! સ્વપ્ન થઈ સરે છે કોણ ?
હું તો આરંભથી નિહાળું છું,
પાપ માનવ વિના કરે છે કોણ ?
શૂન્યનું તો નથી જીવન એવું ?
વાદળાં જેમ ઝરમરે છે કોણ ?
0 comments
Leave comment