82 - પ્રેમ દર્શન / શૂન્ય પાલનપુરી
ધીમું ધીમું દર્દ છે દિલમાં,
દિલના દર્દની વાત ન પૂછો,
આહનો ઉલ્કાપાત ન પૂછો,
રોમે રોમે ઘાત ન પૂછો,
લાગી કારી ચોટ હૃદય પર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
લાગી કોરી ચોટ હૃદય પર !
રાત ને દિવસ રોઈ રહી છું,
યોવન એળે ખોઈ રહી છું,
વાટ કોઈની જોઈ રહી છું,
આંખમાં આંસુ સ્મિત અધર પર,
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
આંખમાં આંસુ સ્મિત અધર પર,
વીતી શું શું દિલ પર મારા ?
જોતાં રહેજો વીજ ને તારા !
આ છે મારી જીવન-ધારા
એક અધૂરી જીવન-ઝરમર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
એક અધૂરી જીવન-ઝરમર !
જીત મરણની, હાર હૃદયની !
એક ઇશારત ક્રૂર પ્રણયની !
એજ રમત નિષ્ઠુર પ્રલયની !
ખાય છે ઝોલાં ઊર્મિ-સાગર,
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
ખાય છે ઝોલાં ઊર્મિ-સાગર,
દિલમાં એક તોફાન થયું છે
એક કમળ બીડાઈ રહ્યું છે
ભમરાનું સર્વસ્વ ગયું છે
કંપું છું એ દેખી થરથર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
કંપું છું એ દેખી થરથર !
આવે ક્યાંથી જીવ ઠેકાણે ?
કોઈ ન મારું દર્દ પિછાણે !
કોઈ ન મારી વીતક જાણે !
જીવન લાગે મોત બરાબર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
દિલના દર્દની વાત ન પૂછો,
આહનો ઉલ્કાપાત ન પૂછો,
રોમે રોમે ઘાત ન પૂછો,
લાગી કારી ચોટ હૃદય પર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
લાગી કોરી ચોટ હૃદય પર !
રાત ને દિવસ રોઈ રહી છું,
યોવન એળે ખોઈ રહી છું,
વાટ કોઈની જોઈ રહી છું,
આંખમાં આંસુ સ્મિત અધર પર,
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
આંખમાં આંસુ સ્મિત અધર પર,
વીતી શું શું દિલ પર મારા ?
જોતાં રહેજો વીજ ને તારા !
આ છે મારી જીવન-ધારા
એક અધૂરી જીવન-ઝરમર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
એક અધૂરી જીવન-ઝરમર !
જીત મરણની, હાર હૃદયની !
એક ઇશારત ક્રૂર પ્રણયની !
એજ રમત નિષ્ઠુર પ્રલયની !
ખાય છે ઝોલાં ઊર્મિ-સાગર,
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
ખાય છે ઝોલાં ઊર્મિ-સાગર,
દિલમાં એક તોફાન થયું છે
એક કમળ બીડાઈ રહ્યું છે
ભમરાનું સર્વસ્વ ગયું છે
કંપું છું એ દેખી થરથર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
કંપું છું એ દેખી થરથર !
આવે ક્યાંથી જીવ ઠેકાણે ?
કોઈ ન મારું દર્દ પિછાણે !
કોઈ ન મારી વીતક જાણે !
જીવન લાગે મોત બરાબર !
આજ મેં કીધો પ્રેમ ખરેખર !
0 comments
Leave comment