62 - વાચા ફૂટે છે / શૂન્ય પાલનપુરી
કોઈની યાદી આવે છે ને આંખથી ધોધ વછૂટે છે,
ઊંડે ઊંડે પ્રાણથી જાણે હર્ષનાં ઝરણાં છૂટે છે.
ઘટઘટ તન્મન થાય છે, તન ને મનની ધીરજ ખૂટે છે,
કાન ધરે છે ઉત્સુક નયનો, પ્રેમને વાચા ફૂટે છે.
રૂપ નજરની સામે હો તો ભાનનાં બંધન તૂટે છે,
આંખથી મસ્તી ઊભરે છે ને હાથથી પ્યાલી છૂટે છે.
વીજ હૃદયમાં, આંખમાં તારા, આપની યાદી પણ કેવી ?
વિરહના ગાઢ તિમિરમાં જાણે તેજનાં કિરણો ફૂટે છે.

0 comments
Leave comment