37 - કિનારાને ખબર છે કે નહીં ! / શૂન્ય પાલનપુરી


દિલની ધરતી યે ઘણાં એવાં રતન રાખે છે,
વ્યોમના ચાંદ-સિતારાને ખબર છે કે નહીં ?

નાવ મજધારમાં ડૂબીને સલામત થઈ છે,
શી ખબર એની કિનારાને ખબર છે કે નહીં ?

સાર શોધે છે જીવન ક્યારનું મૃત્યુ – પંથે !
ધૂળના શૂન્ય ગુબારાને ખબર છે કે નહીં ?


0 comments


Leave comment