50 - મસ્તી / શૂન્ય પાલનપુરી
આંખ છે ને સતત રુદન – મસ્તી !
પ્રેમનું થઈ ગયું વ્યસન મસ્તી.
મોત જીવનમાં ઓતપ્રોત હતું,
એક એ પણ હતી નયન-મસ્તી.
ભાન ! એ કોઈનું નયનથી પ્રયાણ !
કોઈનું દિલમાં આગમન, મસ્તી.
એ જ પૂર્ણત્વ સમજો ભક્તિનું,
ભાન ભૂલી કરે નયન મસ્તી.
રાતદિ’ જાપ અશ્રુમાળા પર !
વાહ રે ! પ્રેમની રટન- મસ્તી.
ભાનથી કેમ વિમુખ નિશદિન ?
છે કયા ભેદનું જતન મસ્તી ?
નાશથી બેખબર, વિકાસ-ગગન,
તું જ માણે છે હે સુમન ! મસ્તી.
ભાનથી છે સુખી મહદ્દ અંશે,
એટલે છે સદા મગન મસ્તી.
જ્યોત પોતે પતંગ છે આજે,
શું કહું પ્રેમની જલન- મસ્તી.
જ્ઞાન તો ઠીક, ભાન પણ ક્યાં છે ?
મન હવે મૂક તુજ મનન- મસ્તી.
પુષ્પશૈયા, પલંગ કાંટાનો !
વાહ રે !શૂન્યની શયન-મસ્તી
પ્રેમનું થઈ ગયું વ્યસન મસ્તી.
મોત જીવનમાં ઓતપ્રોત હતું,
એક એ પણ હતી નયન-મસ્તી.
ભાન ! એ કોઈનું નયનથી પ્રયાણ !
કોઈનું દિલમાં આગમન, મસ્તી.
એ જ પૂર્ણત્વ સમજો ભક્તિનું,
ભાન ભૂલી કરે નયન મસ્તી.
રાતદિ’ જાપ અશ્રુમાળા પર !
વાહ રે ! પ્રેમની રટન- મસ્તી.
ભાનથી કેમ વિમુખ નિશદિન ?
છે કયા ભેદનું જતન મસ્તી ?
નાશથી બેખબર, વિકાસ-ગગન,
તું જ માણે છે હે સુમન ! મસ્તી.
ભાનથી છે સુખી મહદ્દ અંશે,
એટલે છે સદા મગન મસ્તી.
જ્યોત પોતે પતંગ છે આજે,
શું કહું પ્રેમની જલન- મસ્તી.
જ્ઞાન તો ઠીક, ભાન પણ ક્યાં છે ?
મન હવે મૂક તુજ મનન- મસ્તી.
પુષ્પશૈયા, પલંગ કાંટાનો !
વાહ રે !શૂન્યની શયન-મસ્તી
0 comments
Leave comment