48 - ગુલાબ નિશદિન / શૂન્ય પાલનપુરી
પીધે રાખો શરાબ નિશદિન,
દૂર જ રહેશે અઝાબ નિશદિન.
જીવનદુઃખનો ઉચાટ શું છે ?
કાંટા વેઠે ગુલાબ નિશદિન.
પરવારી શું દયા જગતથી ?
ઊતરે છે કાં અઝાબ નિશદિન ?
મસ્તોને શી તમા પડી હો ?
આંખે છલકે શરાબ નિશદિન.
પાપો વીસરી શકાય ક્યાંથી ?
આંસુ રાખે હિસાબ નિશદિન.
‘દર્શન ! દર્શન !’ સવાલ હરપળ,
‘નેતિ ! નેતિ !’ જવાબ નિશદિન.
જેનું મન હો મનન કરી લે,
ખોલું છું ઉર-કિતાબ નિશદિન.
સંધ્યા પલટે, સવાર પલટે,
જોઉં છું ઇન્કિલાબ નિશદિન.
પૂછેગાછે ન શૂન્ય કોઈ,
રહેવું છે બસ ખરાબ નિશદિન.
દૂર જ રહેશે અઝાબ નિશદિન.
જીવનદુઃખનો ઉચાટ શું છે ?
કાંટા વેઠે ગુલાબ નિશદિન.
પરવારી શું દયા જગતથી ?
ઊતરે છે કાં અઝાબ નિશદિન ?
મસ્તોને શી તમા પડી હો ?
આંખે છલકે શરાબ નિશદિન.
પાપો વીસરી શકાય ક્યાંથી ?
આંસુ રાખે હિસાબ નિશદિન.
‘દર્શન ! દર્શન !’ સવાલ હરપળ,
‘નેતિ ! નેતિ !’ જવાબ નિશદિન.
જેનું મન હો મનન કરી લે,
ખોલું છું ઉર-કિતાબ નિશદિન.
સંધ્યા પલટે, સવાર પલટે,
જોઉં છું ઇન્કિલાબ નિશદિન.
પૂછેગાછે ન શૂન્ય કોઈ,
રહેવું છે બસ ખરાબ નિશદિન.
0 comments
Leave comment