47 - વલણ બદલાઈ જશે / શૂન્ય પાલનપુરી
પુરુષાર્થની એક જ ઠોકરથી વિધિનું વલણ બદલાઈ જશે;
ઇન્સાન જો નીતિ બદલે તો ઇતિહાસ નવો સર્જાઈ જશે.
સૌંદર્યનો હેતુ સમજી લે, રસવૃત્તિનો ઉપહાસ ન કર,
કાંટાઓથી પાલવ ભરનારા, ફૂલોનું હૃદય ચીરાઈ જશે.
અંજામ બૂરો છે સારાનો, ખુદ ન્યાય છે એ કુદરત કેરો,
કાંટાઓ સલામત રહી જાશે, ને ફૂલ બધાં કરમાઈ જશે.
અવસરની નજાકત સમજીને આવો તો હવે આવી જાઓ,
આ દર્શન - ઘેલી આંખલડી પરિતૃપ્ત થતાં બિડાઈ જશે.
મંઝિલના મિલનનો હર્ષ જુદો, કમજોર કદમનો થાક જુદો,
આ હાલતમાં જો દેવ હશે તો એ પણ ઠોકર ખાઈ જશે.
અંતરના અમીરસ ઘોળીને છલકાવ કટોરા ગઝલોના,
હે શૂન્ય ! કટુતા જીવનની પલવાર મહીં વિસરાઈ જશે.

0 comments
Leave comment