51 - ધરતો જાઉં છું / શૂન્ય પાલનપુરી
દિલમાં એનું ધ્યાન ધરતો જાઉં છું,
ઉજ્વલિત અંતરને કરતો જાઉં છું.
ચાંદની છે, જામ ભરતો જાઉં છું,
રૂપને મદમસ્ત કરતો જાઉં છું.
એની દુનિયાનું યે મુજને ભાન છે,
ડરતાં ડરતાં પાપ કરતો જાઉં છું.
માનવી છું, ઢેર છું માટી તણો,
વાય છે વાયુ ને ખરતો જાઉં છું .
મોક્ષ સમજુ છું મરણને તે છતાં,
જીવમાયા છે કે ડરતો જાઉં છું .
શું કિનારો ? શું વમળ ? ને છોળ શી ?
હું તો સાગર છું ને તરતો જાઉં છું.
ઉરમહીં ઝીલું છું તારા આભના,
દર્દની પાંખે વિહરતો જાઉં છું .
પામશે પ્રત્યેક સર્જન શૂન્યને,
મૃત્યુના પંથે વિહરતો જાઉં છું.
ઉજ્વલિત અંતરને કરતો જાઉં છું.
ચાંદની છે, જામ ભરતો જાઉં છું,
રૂપને મદમસ્ત કરતો જાઉં છું.
એની દુનિયાનું યે મુજને ભાન છે,
ડરતાં ડરતાં પાપ કરતો જાઉં છું.
માનવી છું, ઢેર છું માટી તણો,
વાય છે વાયુ ને ખરતો જાઉં છું .
મોક્ષ સમજુ છું મરણને તે છતાં,
જીવમાયા છે કે ડરતો જાઉં છું .
શું કિનારો ? શું વમળ ? ને છોળ શી ?
હું તો સાગર છું ને તરતો જાઉં છું.
ઉરમહીં ઝીલું છું તારા આભના,
દર્દની પાંખે વિહરતો જાઉં છું .
પામશે પ્રત્યેક સર્જન શૂન્યને,
મૃત્યુના પંથે વિહરતો જાઉં છું.
0 comments
Leave comment