115 - મુક્તક – ૧-૪ / શૂન્ય પાલનપુરી
ન તોફાન બાકી, ન મજધાર બાકી,
ન સાગરમાં એ જોશ રહેનાર બાકી,
છે નિર્ભર બધું એક હોડીના દમપર,
એ ડૂબી તો રહેશે ન સંસાર બાકી.
******
કલ્પનાના સહારે જીવુ છું,
મ્હેલ બાંધી રહ્યો છું રેતીમાં !
પામનારા તો પાર પામે છે,
એક જીદ છે નકામી ‘નેતિ’માં.
*****
એ નહોતી ખબર ચાર અશ્રુ મહીં
કોઈની આજ્ઞાનું ઉલ્લંઘન થશે,
આંખથી જે ઘડી મેળ ખાશે હૃદય,
એ ઘડી માનવી ! આત્મદર્શન થશે.
*****
પ્રેમ જો તારો નિર્મળ હોતે !
આંસુ ખુદ ગંગાજળ હોતે !
સુખવૈભવ છે મૃગજળ, માન્યું !
કાશ, કે દુઃખ પણ મૃગજળ હોતે !
ન સાગરમાં એ જોશ રહેનાર બાકી,
છે નિર્ભર બધું એક હોડીના દમપર,
એ ડૂબી તો રહેશે ન સંસાર બાકી.
******
કલ્પનાના સહારે જીવુ છું,
મ્હેલ બાંધી રહ્યો છું રેતીમાં !
પામનારા તો પાર પામે છે,
એક જીદ છે નકામી ‘નેતિ’માં.
*****
એ નહોતી ખબર ચાર અશ્રુ મહીં
કોઈની આજ્ઞાનું ઉલ્લંઘન થશે,
આંખથી જે ઘડી મેળ ખાશે હૃદય,
એ ઘડી માનવી ! આત્મદર્શન થશે.
*****
પ્રેમ જો તારો નિર્મળ હોતે !
આંસુ ખુદ ગંગાજળ હોતે !
સુખવૈભવ છે મૃગજળ, માન્યું !
કાશ, કે દુઃખ પણ મૃગજળ હોતે !
0 comments
Leave comment