117 - શેર – ૧-૪/ શૂન્ય પાલનપુરીનજરથી દૂર સંતાવું ને લેવી ઓથ પરદાની !
તમારા રૂપને પણ તેજોવધની બીક લાગે છે


*****


ભલે એ કલ્પના હો, વહેમ હો કે અંધશ્રદ્ધા હો,
જીવન જોયા પછી વિશ્વાસ લાવ્યો છું કયામત પર.


*****


ભગ્ન હૃદય ! સબૂર કર, વિરહની રાત ક્યાં લગી ?
તારલા અસ્ત થાય છે, દૂર પ્રભાત ક્યાં લગી ?


*****


આગ જેને લાગી હો, દિલ મહીં એ દિવાના, આજીવન બળ્યા કરશે,
ના જલે શમા તો પણ, પ્રેમ-ઘેલા પરવાના, એક દિ’ બળી મરશે.


*****0 comments


Leave comment