59 - દમ નથી / શૂન્ય પાલનપુરી
ગમનો જે દિલમાં જરાયે ગમ નથી,
પુષ્પ છે એ પુષ્પમાં ફોરમ નથી.
કલ્પના છે, હર્ષમાં કૈં દમ નથી,
તું નથી હે જિંદગી ! જો ગમ નથી.
હું અને મૂંઝાઉં (દુઃસંજોગથી !)
વાત મૂકો, વાતમાં કૈં દમ નથી.
સૌ દુઃખોથી છૂટકારો થઈ ગયો,
મોક્ષદાતા છે નથી એ યમ, નથી.
ઊર્મિઓ ઉરમાં જ દફનાવું છું હું,
કામની શું વાત જે મોઘમ નથી.
પ્રેમને પામી ગયો છું એટલે,
દિલ ગયું તો એનો મુજને ગમ નથી.
આંખમાં અશ્રુ શમેલાં જોઈ લો,
ના કહો મુજ પ્રેમમાં સંયમ નથી.
પ્રેમમાં આરંભ શું ને અંત શું ?
એ જ માલમ છે કશું માલમ નથી.
શૂન્ય છેદે છે હૃદય ને આંખડી,
પુષ્પ છે પણ કંટકોથી કમ નથી.
પુષ્પ છે એ પુષ્પમાં ફોરમ નથી.
કલ્પના છે, હર્ષમાં કૈં દમ નથી,
તું નથી હે જિંદગી ! જો ગમ નથી.
હું અને મૂંઝાઉં (દુઃસંજોગથી !)
વાત મૂકો, વાતમાં કૈં દમ નથી.
સૌ દુઃખોથી છૂટકારો થઈ ગયો,
મોક્ષદાતા છે નથી એ યમ, નથી.
ઊર્મિઓ ઉરમાં જ દફનાવું છું હું,
કામની શું વાત જે મોઘમ નથી.
પ્રેમને પામી ગયો છું એટલે,
દિલ ગયું તો એનો મુજને ગમ નથી.
આંખમાં અશ્રુ શમેલાં જોઈ લો,
ના કહો મુજ પ્રેમમાં સંયમ નથી.
પ્રેમમાં આરંભ શું ને અંત શું ?
એ જ માલમ છે કશું માલમ નથી.
શૂન્ય છેદે છે હૃદય ને આંખડી,
પુષ્પ છે પણ કંટકોથી કમ નથી.
0 comments
Leave comment