74 - ઉપહાર / શૂન્ય પાલનપુરી


કાયાની થાળીમાં લાવી પ્રાણનાં મોંઘાં મોંઘાં ફૂલ !
તારી પૂજા કરવા આવી,
તારા ચરણે ધરવા આવી,
હે મારા શ્વાસોના શ્વાસ !
હોય શું બીજું નિર્ધન પાસ ?
કરજે મારી ભક્તિનો આ નાનકડો ઉપહાર કબૂલ.

સાધના મારી પૂરી થાશે,
યુગયુગનાં મુજ બંધન જાશે
હે મારા હૈયાના હાર !
હે મારા જીવનઆધાર !
કાયાની થાળીમાં લાવી પ્રાણનાં મોંઘાં મોંઘાં ફૂલ !
કરજે મારી ભક્તિનો આ નાનકડો ઉપહાર કબૂલ.


0 comments


Leave comment