66 - દહનમાં / શૂન્ય પાલનપુરી


ફનાનો એક જ ધખારો કિંતુ, ફરક છે એની લગન લગનમાં.
રડ્યા કરે છે તુષારબિન્દુ, હસ્યા કરે છે ગુલો ચમનમાં.

બચાવ આવાગમન સર્જક ! પડે છે બેધારી માર અમને,
પ્રલોભનનું સ્વરૂપ લઈને ઘૂસી ગયું છે મરણ જીવનમાં.

મનુષ્ય વિણ આ જગતનો વૈભવ છે માણનારું જરૂર કોઈ !
કદી ન ખીલે ગુલો નહીંતર ચમનની પેઠે બહાર વનમાં.

પ્રશંસકોને ક્ષમા કરી દે, નથી સમજતા એ દર્દ તારું,
ખબર છે ક્યાં એ શુભેચ્છકોને છૂપો છે જ્યોતિ ફક્ત દહનમાં.


0 comments


Leave comment