118 - શેર – ૫-૮ / શૂન્ય પાલનપુરી
પારસ સોનું સર્જે કિંતુ બીજો પારસ ના સર્જે,
રૂપને એની ઉપમા દેવી શૂન્ય લગારે શોભે ના.
*****
સાધન પૂરાં હોય છતાં જીવનની ઊણપનુ શું કહેવું ?
ના પ્યાસ છીપે અંતરની, ના આંખનાં પાણી ખૂટે છે.
*****
અશ્રુની પાર શૂન્ય પ્રણયની છે સિદ્ધિઓ,
બિંદુ જો પી શકીશ તો સિંધુનો ડર નથી.
*****
કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે,
સમજી શકો તો એથી વધુ ફેર કૈં નથી.
*****
0 comments
Leave comment