69 - નગર / રઘુવીર ચૌધરી


જીરવી શકાય જો કબરતણો વધુ વિરહ,
ચાલો જરાક દૂર ખસી જોઈએ નગર.

કાગળની નાવમાં તરી જશો બધાં ગગન,
આખર તો શૂન્યતાની દીવાદાંડી છે નગર.

પાંપણના અંતરાલમાં ભાવી ડૂબી ગયું,
આંખોની સફેદી મહીં ફેલાય છે નગર.

આપણને એકલાંને બધુંયે સદી ગયું,
સામે ચડીને ગામેગામ જાય છે નગર.

તમને જરૂર ફાવશે સહરાની સીમમાં,
ખાલી વિશાળ રાહમાં ભેટી જશે નગર.

૧૯૬૪


0 comments


Leave comment