0 - ચાર મુક્તક / રઘુવીર ચૌધરી


પહોંચું તહીં તો
ધૂળ પણ ડામર બની ગઈ.
૧૯૬૬

મેં ખેતરમાં મન વાવ્યું
ને ઊગી આવ્યું નગર.
૧૯૬૫

પહોંચે પાસે તે પહેલાં
ગાંધીનેબાંધી દીધા અમે શબ્દોમાં.
- ઇતિહાસ સાથ સાંધી દીધા.
૧૯૬૩

વૃક્ષ વિસ્મયે ઊભું,
પંખી નીલ ગગન થઈ જાય.

૧૯૬૬


0 comments


Leave comment