16 - પાછા જવું / રઘુવીર ચૌધરી
શરદનું નિષ્કંપ ગગન મારે દ્વાર આજ
વહેલી સવારે થોડો મૂકી જાય અંધકાર.
એને અનુસરે પેલા
દ્રાપરનાં લોચનમાં ઘૂંટાયેલ દુર્નિવાર અવસાદ.
આંખ સામે તરી રહે
ઉત્તરાનાં આંસુઓની બાષ્પઘટા.
તોરણનાં ફૂમતાંને હલાવતી હવા
મારી હથેલીની રેખાઓમાં રમે.
તહીં પરિચિત મેઘ કો’ક ઝરુખેથી જાગે,
મારાં અગાંગમાં ઘેરાયેલી વિરતિને હરે.
બધાં સંબોધનો અવકાશે અટવાય,
એ તો મારા ગગનમાં નિરુત્તર ગતિ મૂકી જાય.
જાય જોયા વિના નભચારી.
પર્વતોની ઉપત્યકા ઘૂસર બનાવી.
એનું પ્રતિબિંબ ઝીલવાને તરંગિત
સરોવર થકી કેવો છાયા લેતો સરકાવી !
સ્મૃતિચિહ્ન એકે અહીં રહી નવ જાય....
બીજાના સ્મરણને ન લાગે એનો ભાર એમ જાય....
હેવ માત્ર પાછા જવું.
જાય છે એ – જોઈ રહું.
એનું હોવું
વિદાયની ક્ષણોમાં જ અનુભવવું.
૧૯૬૫
વહેલી સવારે થોડો મૂકી જાય અંધકાર.
એને અનુસરે પેલા
દ્રાપરનાં લોચનમાં ઘૂંટાયેલ દુર્નિવાર અવસાદ.
આંખ સામે તરી રહે
ઉત્તરાનાં આંસુઓની બાષ્પઘટા.
તોરણનાં ફૂમતાંને હલાવતી હવા
મારી હથેલીની રેખાઓમાં રમે.
તહીં પરિચિત મેઘ કો’ક ઝરુખેથી જાગે,
મારાં અગાંગમાં ઘેરાયેલી વિરતિને હરે.
બધાં સંબોધનો અવકાશે અટવાય,
એ તો મારા ગગનમાં નિરુત્તર ગતિ મૂકી જાય.
જાય જોયા વિના નભચારી.
પર્વતોની ઉપત્યકા ઘૂસર બનાવી.
એનું પ્રતિબિંબ ઝીલવાને તરંગિત
સરોવર થકી કેવો છાયા લેતો સરકાવી !
સ્મૃતિચિહ્ન એકે અહીં રહી નવ જાય....
બીજાના સ્મરણને ન લાગે એનો ભાર એમ જાય....
હેવ માત્ર પાછા જવું.
જાય છે એ – જોઈ રહું.
એનું હોવું
વિદાયની ક્ષણોમાં જ અનુભવવું.
૧૯૬૫
0 comments
Leave comment