66 - એકલો હું નથી / રઘુવીર ચૌધરી
આજ સવાર સાંજના જેવી
ચાંદની શ્વેત વેદના જેવી.
કોઈ ગમગીન રાહગીર માટે
વાત આ થાત વિસમા જેવી.
આંખથી કોઈને હું શું રોકું ?
આ હકીકત છે વાદળા જેવી.
ચાલવાની ઉમેદ છે, ચાહે
દિશા જણાય કિનારા જેવી.
એકલો હું નથી, સમય પણ છે.
રાત આ જાય છે દીવા જેવી.
૧૯૬૪
ચાંદની શ્વેત વેદના જેવી.
કોઈ ગમગીન રાહગીર માટે
વાત આ થાત વિસમા જેવી.
આંખથી કોઈને હું શું રોકું ?
આ હકીકત છે વાદળા જેવી.
ચાલવાની ઉમેદ છે, ચાહે
દિશા જણાય કિનારા જેવી.
એકલો હું નથી, સમય પણ છે.
રાત આ જાય છે દીવા જેવી.
૧૯૬૪
0 comments
Leave comment