1 - ત્રણ હાઈકુ / રઘુવીર ચૌધરી


એકદંડિયો
મ્હેલ નમીને જોતો
જલમાં છાયા.
૧૯૬૬

અશ્વ દોડતા –
પાછળનાં વૃક્ષોમાં
પથ સંતાય.
૧૯૬૬

ડાબલા આછા
થૈને ભળે આખરે
નીરવતામાં.
૧૯૬૬


0 comments


Leave comment