64 - અંતર / રઘુવીર ચૌધરી


આપણી વચ્ચે હવે અંતર નથી,
સ્પર્શમાં શો શૂન્યનો રણકાર છે !

કોઈ ફૂલની આગવી મુદ્રા નથી,
આજ નિર્જનતાભર્યો ગુલઝાર છે.

રાતરાણી ગંધથી ઝૂકી પડી,
પર્ણેપર્ણે નીંદકેરો ભાર છે.

બંધ દીવાલો ભલે તાક્યા કરે,
રૂપ સૌનું એક પેલી પાર છે.

લાગતું કે હું હજી બોલ્યા કરું,
વણકહેલા શબ્દમાં કૈં સાર છે.

૧૯૬૪


0 comments


Leave comment