80 - સોનલ નૃત્યુ / રઘુવીર ચૌધરી


એક પલકારે નભને ઝબકાવી
તમે લોચનમાં અવનિ છલકાવી.

પૂરી ઓળખ બે પળમાં પ્રગટાવી
તમે અણજાણી વેદના જગાવી.

ઢળ્યાં નયનોની ભીતર છવાઈ
હવે ભવભવની તલસે જુદાઈ.

તમે લયમાં પોતાને દઈ ઢાળી
માત્ર પાંપણથી લાખ લિપિ ગાઈ.

૧૯૬૩


0 comments


Leave comment