88 - વાદળી / રઘુવીર ચૌધરી


લોચનમાં સરકે છે વાદળી
રે એની છાયાનો ઉરમાં વિહાર.

સાંજ ના ચસે લગાર,
ભીંસે બે આભ-દ્વાર,
તરસે છે કીકીઓની પાર.
લોચનમાં સરકે છે વાદળી
રે એની છાયાનો ઉરમાં વિહાર.

જૂનો આ અંધકાર,
સૂરજ આવે ન બ્હાર,
નજરોમાં નીરતણો ભાર,
લોચનમાં સરકે છે વાદળી
રે એની છાયાનો ઉરમાં વિહાર.

૧૯૬૪


0 comments


Leave comment