25 - દૂરતા / રઘુવીર ચૌધરી


ઊતરતું અવકાશ પાષાણોની વચ્ચે
ભૂમિ પર સમયની સરવાણી રચે.

જીર્ણોદ્યાને કુટિરમાં દીપશિખા તળે
મારું ચિત્ત પાષાણની રેખાઓમાં ફરે.

સરયૂમાં અયોધ્યાની છાયા વહી જાય,
વિરહી ગોકુળ મારે તીરે રહી જાય.

ભવનોને છજે બેઠાં કપોતની પાંખે
બિડાઈ જે સ્મૃતિ જાગે અલ્પાયુષી આંખે.

પ્રિય કોને કહું ? હું તો સમયને સંગે,
પ્રતિક્ષણ રંગાયો છું દૂરતાના રંગે.

૧૯૬૮


0 comments


Leave comment