73 - હવે જળ વિરામશે / રઘુવીર ચૌધરી


કોના સ્મરણમાં આજ આ એકાન્ત ઓગળે ?
કોની નજર વાતાવરણમાં એકલી તરે ?

દર્પણમાં શોધવા જતાં પોતાને, શી ખબર –
એનું એ પ્રતિબિમ્બ પરાયું બની જશે !

અંતે તો નામરૂપ હશે, કલ્પના ભલે,
વીતી જવામાં એય ક્યાંક સાથમાં હશે.

ઝંખે છે એક સ્થિર ઘડી આ તરલ સમય,
મારી અધૂરી વાત અટકતાં પૂરી થશે.

ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને,
મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે.

૧૯૬૭


0 comments


Leave comment