91 - કૈં ના જાણીએ / રઘુવીર ચૌધરી


કોણે રે કહ્યું ને કોણે સાંભળ્યું
કોણે દીઠો રે ઉજાસ ?
કોની રે આંગળીઓને ટેરવે
બેલી બેઠો રે અંધાર ?
અમને પૂછો તો કૈં ના જાણીએ.

અમારું આકાશ રે ઓછું પડતું
વાદળ આવે ઊડી જાય.
કોના રે રુદિયામાં આખું જગ માતું
કોનો સમય સરકી જાય ?
અમને પૂછો તો કૈં ના જાણીએ.

૧૯૬૮


0 comments


Leave comment