75 - દરિયો / રઘુવીર ચૌધરી


એક રિક્ત અવકાશ નીરથી ફરી ભરાતાં ઝળક્યો,
દૂરદૂરનાં દર્દ પી ગયો, તૃપ્ત તૃપ્ત થઈ મલક્યો.

હું જૂનો તટવાસી, મારા તટ પર પાછો આવ્યો,
જળમાં જેવાં ચરણ મૂકું ત્યાં રોમરોમ ખેંચાયો.
એક ડૂબકીમાં તો આખો દરિયો થઈ હું છલક્યો.

આમ કેટલો નાનો, મારી આંખમહીં એ માતો !
કરું પોપચાં બંધ તહીં તો ભીતર ઊતરી જતો.
એનો વડવાનલ ઊછાળીને બેઉ આંખમાં ફરક્યો.

૧૯૬૪


0 comments


Leave comment