82 - ગયાં સહુ ગીત / રઘુવીર ચૌધરી


ગયાં શું ગીત પ્રીતનાં વહી.
લય વિલીન થઈ ગયો, એકલી યતિ શેષ બસ રહી.

દિશા દિશા કરતી અવહેલા,
પ્રશ્ન પુરાણા ધરે.
પર્ણ પર્ણથી પ્રતિબિમ્બ શાં
પૂર્વ પરિચિત ખરે.
નિત્ય ઉષા-સંધ્યાના ચહેરે એક ઉદાસી લહી

પંથમહીં કાં પથ્થર નજરે
ચડતા ઘડી ઘડી.
હવા પૂંઠેથી આવી હાથે
પિચ્છ બનીને પડી.
જાઉં દૂર કે રહું ઊભો ? છે દુનિયા એક જ અહીં.

૧૯૬૨


0 comments


Leave comment