65 - દૂરનો અંધાર / રઘુવીર ચૌધરી


હે સમય છોડી મને ચાલો તમે,
પંથ અહીંથી એમનો વંકાય છે.

ઝાંઝવાનાં જળ હતાં, સારું હતું,
કેમ કે ત્યાં કલ્પના તો થાય છે.

સ્વપ્નમાં હું શૂન્યને જોતો રહ્યો,
સ્વપ્ન મારાં શૂન્યમાં સચવાય છે.

એમને શંકા હતી તો જાય છે,
કો’ક તો છાયા વડે ખેંચાય છે.

જે દિવસથી એય મૂંગાં થઈ ગયાં,
દૂરનો અંધાર પણ દેખાય છે.

૧૯૬૪


0 comments


Leave comment