85 - વીતક વાત / રઘુવીર ચૌધરી
કોને કહીએ વીતક વાત ?
એય સુણે કે અવર સુણે, ઉર ન આ હરખાત.
કાળના ઘેરા વાદળ નીચે
મન સેલારા મારે.
હાથ એ ક્યાંથી આટલે આવી
ડૂબતાં સપન તારે ?
શીકર ઊડે તોય શું સૂકાં કુસુમ કોમળ થાત ?
ફૂદડી ફરે જાગતી યાદો
પળમાં અલોપ થાતી,
આંખ પરેથી પાંપણ ચસે
સ્હેજ કે સાવ જડાતી.
ડોલતો ભાવિ સમય એમને પાલવ કેમ સમાત ?
૧૯૬૨
એય સુણે કે અવર સુણે, ઉર ન આ હરખાત.
કાળના ઘેરા વાદળ નીચે
મન સેલારા મારે.
હાથ એ ક્યાંથી આટલે આવી
ડૂબતાં સપન તારે ?
શીકર ઊડે તોય શું સૂકાં કુસુમ કોમળ થાત ?
ફૂદડી ફરે જાગતી યાદો
પળમાં અલોપ થાતી,
આંખ પરેથી પાંપણ ચસે
સ્હેજ કે સાવ જડાતી.
ડોલતો ભાવિ સમય એમને પાલવ કેમ સમાત ?
૧૯૬૨
0 comments
Leave comment