86 - વરસે / રઘુવીર ચૌધરી


વરસે અનરાધાર શ્યામ ઘન.
ગાજે એનો ગર્વ, બાથમાં ભીંસે આજ ગગન.
ચમકારે નીરખે નીચે તો
મન ભારે ભરમાતું.
ધરા સાચવે ક્યાંથી, જલનું
ચીર સરકતું જાતું.
ભલે લાજતી વિહવળ એનું ગહન રાજતું મન.

કળી કળીના શિથિલ બંધમાં
વેદન વધતું ચાલે.
નીર સુણાતું ચોગમ, જે
આંખોમાં હરદમ સાલે.
પડકારે મુજ વિપ્રયોગે પેલાં નમ્ર નયન.

૧૯૬૪


0 comments


Leave comment