60 - સહજાત ભાન / રઘુવીર ચૌધરી
ચાલો પ્રિયે ધસતી ભીડથી બ્હાર જઈને
ઊભાં ઊભાં નીરખીએ નિજ શાં મનુષ્યો.
વ્હેતા સમૂહની દીસે ગતિ આજ સૂની,
દ્રષ્ટિય રિક્ત, ભરી લીએ તહીં રંગરાશિ.
સર્વે અજાણ જણ બે પળ નેણ વાળે,
થોડુંક કૌતુક મૂક અહીં, દૂર ચાલે.
કેવું પરસ્પર અપૂર્વ છતાં સમાન
આ શાન્ત ઓળખતણું સહજાત ભાન !
રેલાઈ જાય ગતિ, થાય વિલીન, ચાલો
દ્રષ્ટિ-નિબંધન થકી છવિ બાંધી લઈએ.
૧૯૬૪
ઊભાં ઊભાં નીરખીએ નિજ શાં મનુષ્યો.
વ્હેતા સમૂહની દીસે ગતિ આજ સૂની,
દ્રષ્ટિય રિક્ત, ભરી લીએ તહીં રંગરાશિ.
સર્વે અજાણ જણ બે પળ નેણ વાળે,
થોડુંક કૌતુક મૂક અહીં, દૂર ચાલે.
કેવું પરસ્પર અપૂર્વ છતાં સમાન
આ શાન્ત ઓળખતણું સહજાત ભાન !
રેલાઈ જાય ગતિ, થાય વિલીન, ચાલો
દ્રષ્ટિ-નિબંધન થકી છવિ બાંધી લઈએ.
૧૯૬૪
0 comments
Leave comment