8 - અમદાવાદ / રઘુવીર ચૌધરી


ગાંધીજીના આશ્રમેથી દૂધેશ્વર ભણી
દધીચિની સમાધિ પે ફૂલ બે ચડાવી
બાળકોનાં પ્રેત રમે રેતમાં મજાની.
જોઈ રહે :
સાંજ સમે ડહોળાયેલું શહેર આખું છોડી
વિસ્તરેલ સાબરથી જરી ના ડઘાઈ
કીડી એક પુલ પર જાય ધીરે ચાલી.

૧૯૬૧


0 comments


Leave comment