50 - પુનર્જનની પળ / રઘુવીર ચૌધરી


જનમ સાથે હું આખું જગત લાવેલો
પણ ગયો ત્યાંથી કદી પૂરો પાછો ન આવ્યો
પહેલાં લાવેલો વિદાયની આછી વેદનાઓ
એય હવે તો ખોટો જાઉં છું
જાઉં છું એકન્તના સામા છેડે

જ્યાં પડદાનીપછલના ચહેરા
ગુસપુસ કર્યા કરે છે,
મારો સમય વાગોળ્યા કરે છે,
ફરે છે બધા એક સાથે એકલા.
નીલવરણી રોશનીમાં તરે છે
છત્રીસ કોટિ ચંદ્ર કલા.
મંદ્ર સપ્તકમાં વહી રહ્યાં વૈતરણીનાં જલ.
ઊડે મારી આંખમાં અતલ.
ઓગળી જાય લૌકિક મેઘ
શારદીય સાંજે.
પ્રકાશમાં પલટાઈ જાય શ્રાવણી સંગીત.
હાથવેંતમાં લાગે પુનર્જન્મની પળ
અને સરી જાય વળી પછી વિદેશે.

૧૯૭૦


0 comments


Leave comment