90 - અવ્યક્ત આકાશ / રઘુવીર ચૌધરી


આજ સ્વપ્નના રક્ત – કમલમાં જાગ્યું નવ આકાશ,
બંધ પોપચે અરુણ આંખમાં ચિર અણજાણ પ્રકાશ.

અણુઅણુએ શી વાતી આછી હવા દૂરની,
રુધિર ફોરતું પામી જાણે સંગત સૂરની,
મંથર વહેતા ઝરણાને લાગી સાગરની પ્યાસ.

કંપ વિનાનો સમય વહે છે હવે નજરમાં,
મૌન યુગોનું ફેલાયું મારી પળપળમાં,
રોમ રોમમાં ઉદય પામતું શૈલશિખરનું હાસ.

૧૯૭૦


0 comments


Leave comment