83 - વસંત / રઘુવીર ચૌધરી


વનેવન યૌવન આવ્યું આજ !

સકળ સૃષ્ટિનું ચેતન ચંચળ અનુરાગે લહેરાય,
કોકિલ સૂરો સઘન કુંજની છાયામાં પ્રીત ગાય,
ઝરણતીર નત હરિણી કાને મલય વાત લૈ જાય,
રમ્ય વલ્લી પર મધુકર ગુંજે પ્રેમ પુષ્પને પાય,

કળીઓ ખીલી મૂકીને લાજ.
વનેવન યુવાન આવ્યું આજ.

૧૯૬૧


0 comments


Leave comment