9.12 - સંધ્યા / અરદેશર ખબરદાર
(ઢાળ : પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે .)
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે !
વાદળી વાદળી ચાલી ઝીલવા એ નવરંગ :
આવો રમવા સૌ ઘડીભર ધરણીને આંગણે રે !
તપના તાપ ઉતાર્યા વ્યોમતણી વેરાગણે રે,
ગૂંથ્યાં મનમોહન કુસુમો સંધ્યાને અંગ :
આવો રમવા સૌ ઘડી ભર ધરણીને આંગણે રે ! -
પહેરી કસૂંબી ચુંદડી, ચાલી ચતુરા વાટ ;
દેવનયનશો તારલો ચોઢ્યો લાલ લલાટ :
ઊડે જેમ ગુલાલ વસંતે ચોગમ ફાગણે રે,
એવા ઊડે એના રંગો અવનવ ઢંગ :
મવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! - સુંદર ૧
સરવર સરિતા સિંધુમાં, પગ એ ધોવા જાય;
તાવ્યાં કંચનશાં બની, જળ સૌનાં રેલાય;
કુંકુમચરણે નભરમણી ચાલી ક્રીડાંગણે રે,
એના રૂપે નભદેવો ય બને વ્રતભંગ :
આવો રમવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! સુંદર ૨
આશભર્યાં ઉર સોણલાં, આંખોમાં આરામ;
પળભરનું છે પલકવું, પછી ઊડવું કો ધામ :
રંગોની રાણી વિંધી સૌને સમરાંગણે રે
મલકી સરકી જાય ચઢી મદભર માતંગ !
આવો સૌ રમવા ઘડીભર ધરણીને આંગણે રે !
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે ! ૩
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે !
વાદળી વાદળી ચાલી ઝીલવા એ નવરંગ :
આવો રમવા સૌ ઘડીભર ધરણીને આંગણે રે !
તપના તાપ ઉતાર્યા વ્યોમતણી વેરાગણે રે,
ગૂંથ્યાં મનમોહન કુસુમો સંધ્યાને અંગ :
આવો રમવા સૌ ઘડી ભર ધરણીને આંગણે રે ! -
પહેરી કસૂંબી ચુંદડી, ચાલી ચતુરા વાટ ;
દેવનયનશો તારલો ચોઢ્યો લાલ લલાટ :
ઊડે જેમ ગુલાલ વસંતે ચોગમ ફાગણે રે,
એવા ઊડે એના રંગો અવનવ ઢંગ :
મવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! - સુંદર ૧
સરવર સરિતા સિંધુમાં, પગ એ ધોવા જાય;
તાવ્યાં કંચનશાં બની, જળ સૌનાં રેલાય;
કુંકુમચરણે નભરમણી ચાલી ક્રીડાંગણે રે,
એના રૂપે નભદેવો ય બને વ્રતભંગ :
આવો રમવા સૌ ઘડીભર ધર્ણીને આંગણે રે ! સુંદર ૨
આશભર્યાં ઉર સોણલાં, આંખોમાં આરામ;
પળભરનું છે પલકવું, પછી ઊડવું કો ધામ :
રંગોની રાણી વિંધી સૌને સમરાંગણે રે
મલકી સરકી જાય ચઢી મદભર માતંગ !
આવો સૌ રમવા ઘડીભર ધરણીને આંગણે રે !
સુંદર શોભા શી સજી સંધ્યા સોહાગણે રે ! ૩
0 comments
Leave comment