9.16 - રૂપેરી ચાંદની / અરદેશર ખબરદાર
(ઢાળ : નીંદર ભરી રે ગુલાબે ભરી .)
ચલકી રહી રે હો ! ચલકી રહી,
આ રૂપેરી ચાંદની ચલકી રહી ! -
ફરતી આકાશે દેવસુંદરી કો ગોરી,
તેની આ પદરજ ઝલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૧
દુનિયામાં દેવ કેરા આનંદ ઉતારવા,
રસની આ છોળ જાણે છલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૨
રૂપેરી ફૂલપાન સાગર પર વેરતી,
ઘેલી આ પ્રેયસી કો પલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૩
અધરાતી આંખોને એ અમૃતથી આંજવા,
લજજાળુ લલના શું લળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૪
હિમ જેવા શ્વેત નિજ હંસો ઉડાડતી,
મધુરાં હાસે કો આ મલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૫
કોના આવાસમાં, કોના ઉરશ્વાસમાં,
સોહમની લહેર આ સળકી રહી.
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૬
અજબ બ્રહ્મમોરલાનું કિરણનૃત્ય દેખી,
આત્માની છેલ કોની ડળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૭
ચલકી રહી રે હો ! ચલકી રહી,
આ રૂપેરી ચાંદની ચલકી રહી ! -
ફરતી આકાશે દેવસુંદરી કો ગોરી,
તેની આ પદરજ ઝલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૧
દુનિયામાં દેવ કેરા આનંદ ઉતારવા,
રસની આ છોળ જાણે છલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૨
રૂપેરી ફૂલપાન સાગર પર વેરતી,
ઘેલી આ પ્રેયસી કો પલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૩
અધરાતી આંખોને એ અમૃતથી આંજવા,
લજજાળુ લલના શું લળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૪
હિમ જેવા શ્વેત નિજ હંસો ઉડાડતી,
મધુરાં હાસે કો આ મલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૫
કોના આવાસમાં, કોના ઉરશ્વાસમાં,
સોહમની લહેર આ સળકી રહી.
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૬
અજબ બ્રહ્મમોરલાનું કિરણનૃત્ય દેખી,
આત્માની છેલ કોની ડળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૭
0 comments
Leave comment