17.1 - વિરહિણી / અરદેશર ખબરદાર


(ગરબી - રાગ ગારો .)

નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલકના સુકાય :
નયણાં પલક ના સુકાય, હો !
લયમાં ખલક ડૂબી જાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. -નમેરીઆ !

ભરતી ભરાય આ,
હૈડું નટાય આ,
દિલનો દિલાવર ન પાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. ૧

માયા તે નાથની,
છાયા તે હાથની,
વેલી અકેલી વિલાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. ૨

નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલક ના સુકાય.


0 comments


Leave comment