1 - નિવેદન - ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ગુજરાતના અને ભારતવર્ષના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉત્થાનના ઇતિહાસમાં જે સંસ્કારોએ પોતાનો બૃહદ્ ફાળો નોંધાવ્યો છે, સમગ્ર લોકજીવન ઉપર જેની ઘેરી અમીટ છાયા પથરાયેલી છે અને લોકોના ધર્મ તથા આચારવિચાર, રહેણીકરણી, ધાર્મિક ક્રિયાઓ અને વિધિવિધાનો ઉપર જેનો વ્યાપક પ્રભાવ આજ સુધી ટકી રહ્યો છે એવા સંતસંસ્કૃતિ અને સંતવાણી–સંતસાહિત્ય વિશે, સંતોની જીવનપ્રણાલી વિશે, એમનાં જીવનદર્શન કે ચિંતન વિશે, એમની સાહિત્યિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિભિન્ન પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય કરવાના શ્રીગણેશ સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર દ્વારા મંડાયા છે.
કંઠસ્થરૂપે ઊતરી આવેલું અને ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં સચવાયેલું આ સાહિત્યધન આજે લુપ્ત થતું જાય છે. આજે ગુજરાતની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કક્ષાએ લોકસંસ્કૃતિ-લોકસાહિત્ય વિષય અંતર્ગત ‘સંતવાણી’ વિભાગનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે. એ વિષયના વિદ્યાર્થી તરીકેના મારા સ્વાનુભવ પ્રમાણે આપણે ત્યાં એ વિષયના પાઠયપુસ્તકનો જ અભાવ છે. માત્ર ભજનને જ કેન્દ્રમાં રાખીને સંશોધન વિષયે આજ લગી આ ક્ષેત્ર સાવ ઉપેક્ષિત રહ્યું છે. શ્રી મેઘાણીભાઈ, શ્રી મકરન્દભાઈ દવે અને શ્રી જયમલ્લભાઈ પરમાર દ્વારા કંડારાયેલી કેડી પર ચાલીને અત્યંત વ્યાપક કાર્યક્ષેત્ર અને ક્ષમતા ધરાવતા આ વિષયમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાની નેમ છે.
‘ભજનરસ’ની પ્રસ્તાવનામાં શ્રી મકરન્દ દવે કહે છે : ‘ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય તેમાં છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યના પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરંી સમજાય. ન સમજાય તો પણ અંતરમાં એક વીજળીરેખા અંકિત કરી જાય છે.’
આપણા નિરક્ષર છતાં આતમજ્ઞાની ભજનિક સંતોએ ભજનમાં જ જીવવાની વાત કરી છે. અહીં મૂકેલા લેખોમાં તો ભજનના બાહ્ય કલેવરનો આછો પરિચય માત્ર છે. પણ એના દ્વારા ભજનના અંતસ્તત્વ સુધી પહોંચવાની હોમ કોઈક હિરલા-વીરલાને જાગશે તો મારી મહેનત સાર્થક.
ભજનવાણી વિશે આજ સુધીમાં વિજયરાય વૈદ્ય, રા.વિ.પાઠક, જયંતીલાલ આચાર્ય, મંજુલાલ મજમુદાર, ‘સુધાંશુ’, દેવળજી પરમાર, ડૉ.રાજેન્દ્રસિંહ રાયજાદા, ડૉ.નાથાલાલ ગોહેલ, પ્રા.નરોત્તમ પલાણ અને ડૉ.હિમાંશુ ભટ્ટ વગેરેએ પણ છૂટક છૂટક છતાં અત્યંત ઉપકારક ચર્ચાઓ કરી છે એનું સ્મરણ સહેજે થાય.
આ ગ્રંથના પ્રકાશનમાં ખૂબ જ અંગત રસ દાખવીને મને પ્રોત્સાહિત કરનારા ડૉ.બળવન્ત જાની, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.હસુ યાજ્ઞિક, આદરણીય મુ.શ્રી ભાયાણીસાહેબ, મુ.જયમલ્લભાઈ પરમાર, ડૉ.તેરૈયાસાહેબ અને સૌરાષ્ટ્રની ખ્યાતનામ જગ્યાઓના અધિપતિ ગાદીસ્થ મહંતશ્રીઓનો તથા ભજનમંડળીઓના ભજનિક મિત્રોનો સદ્દભાવ અત્રે યાદ આવે છે. રન્નાદે પ્રકાશને વિક્રેતાની સંપૂર્ણ જવાબદારી સંભાળી લઈ મને નચિંત કર્યો, એ બદલ શ્રી હંમેશ મોદીનો તથા શ્રી મનહર મોદીનો પણ હું ઋણી છું.

મહાશિવરાત્રી
૨૩-૦૨-૧૯૯૦
- નિરંજન રાજ્યગુરુ
૨૩-૦૨-૧૯૯૦
- નિરંજન રાજ્યગુરુ
0 comments
Leave comment