3 - ‘ભજન’ વ્યુત્પત્તિ અને અર્થ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ‘ભજન’ શબ્દ ભજ્ ધાતુ પરથી ઊતરી આવેલો છે.’ (ભગવદગોમંડલ) એનો અર્થ થાય છે સેવવું અથવા ભજવું. એટલે ઇષ્ટદેવ કે પરમતત્વની ઉપાસના માટે જે રચાયું છે તે ભજન, એવો અર્થ આપણે કરી શકીએ. ભજન શબ્દમાં જ એ સ્પષ્ટ ધ્વનિ છે જેનો આરંભ ભગવદભજનના ક્ષેત્રેથી થાય છે. આ પ્રકારે સંકુચિત અર્થમાં ભજન એ ધાર્મિક ક્ષેત્રની વસ્તુ છે. ભજનના વિવિધ અર્થોમાં ઈશ્વરસ્મરણ, સ્તુતિ, પ્રાર્થના, ભક્તિ, નામસ્મરણ, ઈશ્વરસંબંધી કવિતા, ભક્તિનું કાવ્ય કે ગાયન, અને કોઈનો આશ્રય લેવો વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે.


0 comments


Leave comment